રાજ્યમાં તાપમાનનો પારો બે-ત્રણ ડિગ્રી ગગડ્યો

રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 6.5 ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડું શહેર રહ્યું છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુ પર તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ વાતાવરણની મોજ માણતા જોવા મળી રહ્યા છે.

રાજ્યનાં મુખ્ય શહેરોનું તાપમાન રાજ્યમાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *