રાજ્યમાં જાહેરમાં મારામારીના બે કિસ્સા

રાજ્યમાં જાહેરમાં મારામારીના બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. એમાં ચાની હોટલ પર સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે બીજા કિસ્સો સુરતથી સામે આવ્યો છે. એમાં પાલતું શ્વાન મુદ્દે માથાકૂટ થતાં યુવકે જાહેરમાં તલવાર કાઢી મારવા દોડ્યો હતો, જોકે આ બંને મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મારામારીની બે ઘટના સામે આવી હતી. પ્રથમ ઘટનામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક ખાતે ભગત સિંહ ગાર્ડન પાસે ઠાકરધણી ચાની હોટલ ખાતે બપોરના 2 વાગ્યા આસપાસ 10થી 12 લોકો આવી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન કોઇ કારણસર આ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યાર બાદ આ મામલો મારામારી સુધી પહોંચી જાય છે. આ ઘટનામાં એક યુવક છરી ઉગામી ધમકાવતો પણ જોવા મળ્યો હતો, જેથી આ મામલો વધુ બિચકતાં એકબીજા પર છૂટા હાથની મારામારી તેમજ ધોકા, પાઈપ અને ચા બનાવવાના તાવીથો ઉગામી તથા ખુરસીના છૂટા ઘા મારી જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *