સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર ડો.ધરમ કાંબલીયાએ જણાવ્યું હતુ કે, છે કે રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં તેમજ વિશ્વ વિદ્યાલયમાં અધિકારીઓ તથા કુલપતિઓની નિમણૂકમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સંપૂર્ણ નાપાસ જાહેર થયેલ છે. તેમના એક પણ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને કે શિક્ષણ જગતને કોઇ ફાયદો આજદિન સુધી થયેલ નથી. ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે ચાલતી જુનાગઢની યુનિ.માં પ્રોફેસર તરીકે પણ ક્વોલીફાઇડ ન હોય તેવા ચેતન ત્રિવેદી સાત-સાત વર્ષથી કુલપતિનો હોદો ભોગવે છે તેમજ અગાઉ કુલપતિ તરીકે ઘણી ખોટી નિમણૂકો કરેલ છે. કુલપતિઓ પાસે કોઇપણ જાતનો અનુભવ ન હોય તથા રાજ્યની વડી અદાલતમાં તેમની વિરુધ્ધ કેસ ચાલતા હોય તથા ઇન્ચાર્જ કુલપતિઓની ટર્મ આઠ-આઠ વર્ષ સુધી થઇ ગઇ હોવા છતાં આ મહાશય નિમણૂક હજુ નથી કરી શકતા આવા શિક્ષણ મંત્રી પાસે શિક્ષણ જગત શું આશા રાખી શકે? શિક્ષણ 50 વર્ષ પાછળ ધકેલાય ગયાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે.