રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે બપોર દરમિયાન પણ પવન ફુંકાઈ રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડીનો પારો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નલિયા અને દાહોદમાં નોંધાયું છે. જ્યારે સૌથી વધુ ઓખામાં 0.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 22.1 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 1 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થઈને 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.