જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં સેનાના 2 જવાનો શહીદ થયા છે, જ્યારે એક અધિકારી સહિત 4 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા છે. હાલ સામ-સામે ફાયરિંગ ચાલી રહ્યું છે. રાજૌરી જિલ્લાના બનયારી હિલ પ્રદેશના ડોકમાં ફાયરિંગ ચાલી રહ્યું છે. જમ્મુ ઝોનના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે પુષ્ટિ કરી છે કે, કાંડી વન વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. રાજૌરી જિલ્લાના કંડી ટોલેના કેસરી વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડાણ ચાલી રહી છે.
ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળતા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ડીજીપીએ કહ્યું કે, સુરક્ષા દળો શંકાસ્પદ સ્થાને પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધું ત્યારબાદ જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.
જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. આ અંગે પોલીસે જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ પયીન ક્રીરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતા સુરક્ષા દળો પહોંચી ગયા હતા અને તે વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિશાન શરૂ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, સુરક્ષા દળો દ્વારા તપાસ અભિયાન શરૂ કરાતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ અથડાણ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે, જે સ્થળે અથડામણ થઈ, તે સ્થળેથી એકે47 રાયફલ અને એક બંદુક, હથિયારો, દારુગોળો સહિત ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.