બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ હરિયાણવી સિંગર ઢાંડા ન્યોલીવાલાના કોન્સર્ટમાં મનમૂકીને ડાન્સ કર્યો હતો. રાજસ્થાનના જયપુરમાં આયોજીત ઢાંડા ન્યોલીવાલાના કોન્સર્ટ દરમિયાન રણદીપ હુડ્ડાએ ‘નાઇફ બ્રાઉટ’ ગીત પર ડાન્સ કરતા સ્ટેજ પર સરપ્રાઇઝ એન્ટ્રી લીધી. બંનેએ સાથે મળીને ડાન્સ કર્યો. ગીત-સંગીતથી એવો માહોલ સર્જાયો કે રણદીપે પોતાની જેકેટ ઉતારી દીધી અને સિંગર ન્યોનીવાલા સાથે સ્ટેજ પર જ ડાન્સ કરવા લાગ્યા આ જોઈને દર્શકો ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા.
ખાસ વાત એ રહી કે કોન્સર્ટમાં હરિયાણવી સંસ્કૃતિની ઝલક સ્પષ્ટ દેખાઈ. ન્યોલીવાલાની દેશી સ્ટાઈલ, દમદાર બીટ્સ અને રણદીપ હુડ્ડાની એનર્જેટિક હાજરીએ તેને યાદગાર બનાવી દીધું. સમગ્ર આયોજન દરમિયાન યુવાનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
શોની સૌથી મોટી ખાસિયત રહી રણદીપ હુડ્ડાની અચાનક એન્ટ્રી. તેના મંચ પર આવતા જ દર્શકોનો ઉત્સાહ વધી ગયો હતો. હુડ્ડાએ માત્ર ન્યોલીવાલાના ગીતો પર થિરકતા પરફોર્મ જ ન કર્યું, પરંતુ મંચ પર તેની સાથે પુશઅપ્સ લગાવીને યુવાનોનો જોશ બમણો કરી દીધો.
રણદીપે પોતાના હરિયાણવી અંદાજમાં દર્શકો સાથે વાતચીત કરી અને દેશી બોલીમાં સંવાદ કરીને માહોલને વધુ જીવંત બનાવી દીધો. તેની સાદગી અને ફિટનેસે યુવાનોને ખૂબ પ્રભાવિત કર્યા.