રાજસ્થાન રોયલ્સે (RR) IPL-2026ના 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને (MI) 27 રનથી હરાવ્યું છે. મંગળવારે મળેલી આ જીત સાથે રોયલ્સની ટીમ 19મી સીઝનના પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર આવી ગઈ છે. ટીમે સતત ત્રીજી મેચ જીતી છે, જ્યારે મુંબઈએ સતત બીજી મેચ ગુમાવી છે.
ગુવાહાટીમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે મેચ બે કલાક મોડી શરૂ થઈ હતી. આ કારણોસર મેચને 11-11 ઓવરની કરી દેવામાં આવી હતી. ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા રાજસ્થાને 11 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 11 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.
RR તરફથી યશસ્વી જયસ્વાલે 32 બોલ પર 77* રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે તેની આ તી ઇનિંગમાં એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.