રાજધાની, શતાબ્દીને રાજકોટ સુધી લંબાવોઅને હરિદ્વાર-અયોધ્યા ટ્રેનને દૈનિક દોડાવો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી દોડતી વિવિધ ટ્રેનો ચાલુ કરવા, અમદાવાદને બદલે રાજકોટ સુધી લંબાવવા તેમજ અઠવાડિયે દોડતી ટ્રેનને રોજ દોડાવવા માટે અગાઉ અનેક વખત રેલવે સત્તાધીશો અને રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને રેલવેની સારી સુવિધા મળી નથી. ત્યારે ખુદ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિન વૈશ્નવને રજૂઆત કરવાની ફરજ પડી છે.

હવે સૌરાષ્ટ્રભરમાં ઇલેક્ટ્રિક, ડબલ લાઇન તૈયાર થઇ ગઇ હોય ઉપરોક્ત બંને શહેરોની ટ્રેનોને રોજ દોડાવવી જરૂરી છે. કારણ કે, ઉપરોક્ત બંને ટ્રેન અઠવાડિયામાં એક વખત દોડતી હોવાથી લોકોને ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. રાજધાની અને શતાબ્દી ટ્રેન અમદાવાદ સુધી દોડી રહી છે તેને બદલે રાજકોટ સુધી લંબાવવામાં આવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને એક સારી ટ્રેનની સુવિધા મળી રહે. લાંબા અંતરની અઠવાડિયામાં એક વખત જતી વિવિધ રૂટની ટ્રેનને દૈનિક દોડાવવા પણ જણાવાયું છે. રાજકોટથી જૂનાગઢ-સોમનાથ વચ્ચે ટ્રાફિક વધુ હોય આ રૂટ પર વધુ એક નવી ટ્રેનને અને જસદણ-બોટાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન મંજૂર કરવા પણ રજૂઆતમાં જણાવ્યું છે. રાજકોટ જંકશન પર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધાઓ ચાલુ કરવા પણ જણાવ્યું છે હાલ એકથી બીજા પ્લેટફોર્મ પર જવા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *