રાજકોટ STના 4 કટકીબાજ કંડકટર ઝડપાયા

રાજકોટ ST વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડ અને વીજીલન્સ સ્કવોડએ ગત માસ દરમિયાન હાઇવે અને ડિવીઝનનાં નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન ST તંત્રની ચેકિંગ ટીમોએ કટકી કરતા કંડક્ટરો અને ખુદાબક્ષ મુસાફરોને ઝડપી લઇ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 4 કટકીબાજ કંડકટર ઝડપાયા હતા તો ટિકીટ વિના મુસાફરી કરતા 32 ખુદાબક્ષ ઝડપાઈ ગયા હતા.

આ અંગેની ST વિભાગનાં વિભાગીય નિયામક જે.બી. કલોતરા પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત માસ દરમિયાન લાઇન ચેકિંગ સ્કવોડએ 2109બસ ચેક કરી હતી. આ ચેકિંગ દરમિયાન 4 કંડક્ટરોને કટકી કરતા ઝડપી લેવાયા હતા. જ્યારે 32 ખુદાબક્ષ મફતમાં મુસાફરી કરતા ઝડપાયા હતા. આવા મુસાફરો પાસેથી 8 હજારનાં દંડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરનાર ખાનગી વાહનોને પણ ડિટેઇન કરી દંડ ફટકારાયો હતો.જ્યારે વિજીલન્સ સ્કવોડએ નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરતા 100 ખાનગી વાહનોને ડિટેઇન કર્યા હતા અને 7.04 લાખનો દંડ વસુલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *