રાજકોટ RTOએ નિયમભંગ બદલ ચાલુ વર્ષે 11 માસમાં 946 વાહન ચાલકો પાસેથી 40.40 લાખનો દંડ વસૂલ્યો

રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ હાઈવે ઉપર જુદા જુદા ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમ્યાન જિલ્લા આરટીઓ તંત્રએ ઓવર સ્પિડ અને ભયજનક રીતે વાહન ચલાવતા 58 વાહન ધારકોને ઝડપી લીધા હતા અને રૂ.1.11 લાખના દંડની વસુલાત કરી હતી.જયારે ડ્રાઈવીંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 112 વાહન ધારકોને રૂ. 2.24 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓવરલોડ વાહનનાં 165 કેસોમાં રૂ.20.54 લાખનાં દંડની વસુલાત આરટીઓ તંત્રએ કરી હતી.

ઓવર ડાયમેન્શનનાં 32 કેસોમાં રૂ.1.79 લાખના દંડની, કલેન્ડેસ્ટાઈન- ઓપરેશનનાં 39 કેસોમાં રૂ.3.90 લાખની ટેક્ષ વિના ચાલતા વાહનોના 12 કેસોમાં રૂ.3.24 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.જયારે વ્હાઈટ એલઈડી લગાડેલા અને રોંગ સાઈડ ડ્રાઈવીંગના કુલ 129 કેસોમાં રૂ. 1.33 લાખના દંડની તથા રેડિયમ-રિફલેકટર જેવા રોડ સેફટીનાં 44 કેસોમાં રૂ.44 હજારના દંડની અને ફિટનેસ વિનાના વાહનનાં 58 કેસોમાં 2.90 લાખનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.હેલમેટ, સિટબેલ્ટ, પીયુસી અને વિમા વિના વાહન ચલાવવાનાં 197 કેસોમાં રૂ. 1.90 લાખ તથા અન્ય 3 કેસોમાં રૂ.1500ના દંડની વસુલાત કરાઈ હતી. કુલ 946 કેસોમાં રૂ. 40.40 લાખના દંડની વસુલાત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *