રાજકોટ AIIMS હોસ્ટેલમાંથી વિદ્યાર્થી ભેદી રીતે ગુમ

રાજકોટ જામનગર રોડ પર આવેલ AIIMS હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે હોસ્ટેલમાંથી ભેદી રીતે MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા એઇમ્સ હોયપિટલ ચર્ચામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્વારા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે જેમાં છેલ્લું લોકેશન જામનગર હાઇવે પર પરા પીપળીયાનું નોંધાઈ રહ્યું છે, આ પછી મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન મળ્યું નથી.

વિદ્યાર્થીઓની પૂછપરછ તેમજ કોલ ડિટેઈલ્સ સહિતની તપાસ શરૂ કરવામાં આવી રાજકોટ AIIMS હોસ્પિટલની મેડીકલ કોલેજની હોસ્ટેલ માંથી ગઈકાલે રાત્રે MBBSમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ (ઉ.વ.25) ભેદી રીતે ગુમ થઇ જતા સંચાલકો દ્વારા બનાવ અંગે જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી છે, જેને લઇ આજે સવારથી ગાંધીગ્રામ પોલીસની ટીમ AIIMS હોસ્પિટલ ખાતે હોસ્ટેલ તેમજ આસપાસના તમામ CCTV ફૂટેજ આધારે અને મોબાઈલ લોકેશન મેળવવા તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તેમની સાથેના વિદ્યાર્થીઓની પૂછપરછ તેમજ કોલ ડિટેઈલ્સ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં છેલ્લું લોકેશન જામનગર હાઇ-વે પર પરા પીપળીયાનું નોંધાઈ રહ્યું છે. આ પછી મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન મળ્યું નથી.

યુવક કોઈ વાતથી ડરીને ચિઠ્ઠી લખીને નાસી ગયો હોવાનું સામે આવ્યું રાજકોટ AIIMSના સંચાલકો દ્વારા પોલીસને એક ચિઠ્ઠી પણ સોંપવામાં આવી છે, જેમાં તેને લખ્યું છે કે પોતે કોઈ યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હોવાથી બીજા લોકો તેને કોઈ તકલીફ પહોંચાડશે એવા ડરથી પોતે ચિઠ્ઠી લખી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *