રાજકોટ આમ આદમી પાર્ટીના બે નેતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ મનપાના દબાણ હટાવ શાખા દ્વારા થાંભલા ઉપર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનર હટાવતા વોર્ડ નંબર-4ના ઉમેદવાર દ્વારા મનપાના કર્મચારીને “ભાજપના દલાલ છો” કહી બોલાચાલી કરી ફરજ રુકાવટ કરતા ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે ફરજ રુકાવટ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 31 માર્ચના રોજ હું મારી ફરજ પર હતો ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16, અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર લગાવવામાં આવેલા હતા, તેને અમે હટાવ્યા હતા.