એક આપઘાતના બનાવમાં યુનિવર્સિટી રોડ પર યોગીનગરમાં રહેતા દિલીપસિંહ નાથુજી ચુડાસમા (ઉ.53) ચાર દિવસ પહેલાં તેની અટલ સરોવર પાસેની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવારમાં મોત નીપજતા યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા મૃતકને સંતાનમાં બે પુત્ર હોવાનું અને તેને કેટલાક સમયથી ડાયાબિટીસની બીમારી હોય અને સારવાર કરાવવા છતાં સારું થતું ન હોય વાડીએ ઝેર પી પોતાના ભાઇને ફોન કરી જાણ કરતા પરિજનો દોડી ગયા હતા.