રાજકોટ સ્પીપાની એક્ઝામમાં નાપાસ ઉમેદવારને પાસ બતાવ્યો

રાજકોટ સ્પીપા દ્વારા ગત 5 જૂનના લેવામા આવેલી CCC+ની પરીક્ષા 53 સરકારી કર્મચારીઓ દ્વારા ઉચ્ચતમ પગાર ધોરણ માટે આપવામાં આવી હતી. તેનું પરિણામ ગઈકાલે જાહેર થતાં તેમાં ગંભીર બેદરકારી થઈ હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું કહેવું હતું કે 46 ઉમેદવારો પાસ થયા હતા અને 7 ઉમેદવારો નાપાસ થયા હતા. જોકે, પાસ ઉમેદવારોમાંથી જામનગર રોડ પરની આઈ.ટી.આઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે પરીક્ષા આપતા ઉમેદવારને પ્રેક્ટીકલમાં 50માંથી પાસિંગ 25ના બદલે 20 માર્ક હોવા છતાં તેમનું નામ પાસ થયેલા ઉમેદવારોની યાદીમાં રાખવામાં આવ્યું હતું. જોકે, આ ઘટના બાદ ભૂલ સુધારી લેવામાં આવી છે અને આજે તે ઉમેદવારનું નામ નાપાસના લિસ્ટમાં લખેલું જાહેર કરવામાં આવ્યું છે.

નાપાસ થયેલા ઉમેદવારનું નામ પાસ થયેલા ઉમેદવારની લિસ્ટમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગઈકાલે જણાવ્યું હતું કે, રાજકોટ સ્પીપાની ઘોર બેદરકારી સામે આવી. ગત તા.5 જૂન, 2025 ના ઉચ્ચ પગાર માટે સરકારી કર્મચારીઓની CCC+ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું, ત્યારે તેમાં ત્રીજા નંબરના ઉમેદવાર હતા તેઓ પાસ ન હોવા છતાં પણ તેમને પાસ બતાવવામાં આવ્યા હતા. કારણકે આ પરીક્ષામાં 50 માર્કસની થિયરી અને 50 માર્કનું પ્રેક્ટીકલનું પેપર હોય છે અને બંને પેપરમાં 25-25 માર્ક મેળવવા ફરજિયાત હોય છે. જોકે, આ ત્રીજા નંબરના ઉમેદવાર છે તેમને 50માંથી 20 માર્ક હોવા છતાં પણ તેમનું નામ પાસ થનારા ઉમેદવારોની યાદીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *