રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રઝળ્યા

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં ટ્રોમા સેન્ટર ખાતે એકસ-રેનું (ડીઆર) મશીન પાંચ-છ દિવસથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ અચાનક આ વિભાગની કામગીરી બંધ કરતા હાડકાનાં દર્દીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે માટેની કુલ 3 સુવિધાઓ છે. જે પૈકીની આ એક સુવિધા બંધ થતાં અન્ય બે સ્થળોએ દર્દીઓનો ધસારો વધ્યો છે. જોકે, સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ ટૂંક સમયમાં મશીન પૂર્વવત કરવાની ખાતરી આપી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં મુકાયેલું આશરે દોઢેક કરોડનું ડી.આર. મશીન (એકસ-રે) છેલ્લા પાંચ-છ દિવસથી બંધ હોય અને આ વિભાગ બંધ કરાયો છે. આ ડી.આર. મશીન જે જગ્યાએ મુકાયું છે, ત્યાં ઉપરથી પાણી ટપકતું હોવાથી ભેજના કારણે કિંમતી મશીનને નુકશાન ન થાય તે માટે તંત્રએ આ વિભાગ બંધ કર્યાનું સામે આવ્યું છે. પરંતુ આ મશીન બંધ કરવાને બદલે પાણીનું ટપકવું, તેમજ ભેજ લાગવા જેવી સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *