રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા મેડિકલ કોલેજના મુખ્ય પ્રવેશદ્વારનો એક ભાગ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે મોડી રાત્રિના સમયે ભારે પવન અને વરસાદના કારણે પ્રવેશદ્વારનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, સિવિલ હોસ્પિટલનો મુખ્ય મેઈન ગેટ, જેનું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે, તે હજુ સુધી સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો નથી, ત્યાં મેડિકલ કોલેજના પ્રવેશદ્વારના એક ભાગના ધરાશાયી થવાને કારણે બાંધકામની ગુણવત્તા અને જવાબદારી પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની સરકારી મેડિકલ કોલેજ, જે જામનગર રોડ પર “ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ” ના નામે ઓળખાય છે, તેના મુખ્ય પ્રવેશદ્વારનો એક ભાગ મોડી રાત્રિના સમયે તૂટી પડ્યો હતો. સદનસીબે, આ ઘટના સમયે ત્યાં કોઈ અવરજવર ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આ ઘટનાથી ભારે પવન અને વરસાદમાં પણ નબળી ગુણવત્તાવાળા સરકારી બાંધકામોની પોલ ખુલી ગઈ છે. મેઈન ગેટના નિર્માણ કાર્યમાં વિલંબ અને કોલેજના ગેટના ધરાશાયી થવા અંગે સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *