રાજકોટ સિવિલમાં માત્ર 26 અઠવાડિયાની પ્રેગનન્સી બાદ જન્મેલા બાળકને 79 દિવસ સુધી વેન્ટીલેટર-ઓક્સિજન પર રખાયું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માત્ર 26 દિવસની પ્રસૂતા બાદ જન્મેલા 740 ગ્રામના બાળકને દાખલ કરવામાં આવ્યું હતું. 11 મેના દાખલ કરાયેલા બાળકને ગૂંગળામણ થતાં તેને સૌપ્રથમ વેન્ટિલેટર ઉપર અને ત્યારબાદ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું હતું. જેમાં નવજાત શિશુને કાંગારૂ મધર કેર આપવામાં આવી હતી. 79 દિવસની સારવાર બાદ 80માં દિવસે બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. હાલ બાળકનું વજન 1.7 કિલો થઈ ગયુ છે.

740 ગ્રામના વજન સાથે અત્યંત ઓછા વજનવાળા, માત્ર 26 અઠવાડિયાની પ્રેગનન્સી બાદ ખુબ જ વહેલા જન્મેલા બાળકની MCH, PDU સિવિલ હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી દ્વારા પ્રસૂતિ કરવામાં આવી હતી. બાળકને જન્મથી ગંભીર ગૂંગળામણ થતી હોવાથી બાળકને વેન્ટિલેટર અને અન્ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્યું હતું. બાળકને એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, પછી ધીમે-ધીમે શ્વાસ લેવાની ક્ષમતા વધતા CPAP (Continuous Positive Airway Pressure) મશીન અને ત્યાર બાદ ઓક્સિજન પર ખસેડવામાં આવ્યું હતું. બાળકનો ખુબ જ વહેલો જન્મ થયો હોવને કારણે તેની અલગ-અલગ જટિલતાઓ જેવી કે, નેક્રોટાઇઝિંગ એન્ટરકોલાઇટિસ, એનિમિયા અને પ્રિમેચ્યોરિટી ઓફ રેટિનોપેથી પણ પીડાતું હતું. એકવાર બાળક સ્થિર થઈ ગયા પછી, ધીમે-ધીમે માતાનું એક્સ્પ્રેસ્ડ બ્રેસ્ટ મિલ્ક વધારવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *