રાજકોટ સિવિલમાં એકસાથે 10 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી શકાશે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોનાં પોસ્ટમોર્ટમ માટે નવો રૂમ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં એકસાથે 10 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ શકે તેવી અને 36 જેટલા મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં સાચવી શકાય તે સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હાલનાં પોસ્ટમોર્ટમ રૂમમાં 4 મૃતદેહોનું એકસાથે પીએમ કરી શકાય છે. ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થતા ઇમર્જન્સીના સમયમાં ઝડપી પોસ્ટમોર્ટમ થતા લોકોનો સમય બચશે. હાલ આ માટે કામગીરી અંતિમ તબક્કામાં હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું.

સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. જેને લઈ લોકોને સારામાં સારી સુવિધા ઝડપી મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી સમયમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે. અહીંના પીએમ રૂમમાં રૂટિન પીએમ, પેનલ પીએમ અને એક્સપર્ટ પીએમ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેને લઈને પીએમ રૂમનો વિસ્તાર કરવો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *