એરપોર્ટ રોડ પર જસાણી પાર્કમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ તેના પતિ ધારવ મજેઠીયા, સસરા શશીકાંત મજેઠીયા, સાસુ નયનાબેન મજેઠીયા અને નણંદ માનસીબેન મજેઠીયા વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી છે. આ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલા પતિ ઘારવ ગીર-સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા લઇ ગયો હતો જ્યાં રિસોર્ટમાં મરજી વગર શરીર સંબંધ બાંધ્યો હતો થોડા સમય બાદ પેટમાં દુખાવો થતા વૈશાલીનગરમાં આવેલ ખાનગી ક્લિનિકમાં તપાસ કરાવતા ગર્ભ હોવાનું સામે આવતા પતિ ઘારવએ કહ્યા વગર ગર્ભપાતની દવા ખવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો. આ પછી લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા અને થોડા સમય સારી રીતે રાખી બાદમાં પતિ, સાસુ સસરા નણંદ સહીત ઘરના તમામ લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. અસહ્ય ત્રાસ થતા આખરે પરિણીતાએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરતા હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા તબીબ હોસ્ટેલમાંથી રૂ.1.55 લાખના દાગીનાની ચોરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસીડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા અને મેડિકલ પી.જી.હોસ્ટેલ રૂમ નં.524 રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની ડો. શાહનુબેન ગોવાણીએ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના 9 વાગ્યે સિવિલ હોસ્પીટલમા નોકરીએ ગયા હતા ત્યારે રૂમની સફાઈ કરવાની બાકી હોવાથી રૂમના દરવાજે ફક્ત આંકડિયો માર્યો હતો આ પછી બપોરના 1 વાગ્યા આસપાસ નોકરી પુરી થતા રૂમ પર પહોંચતા રૂમના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને કબાટમાં રાખેલો તનિષ્ક જવેલર્સની બેગ બહાર પડેલ હતી જેથી કબાટમા તપાસ કરતા રૂ.75 હજારની કિંમતની એક જોડી સોનાની બુટી, 25 હજારની કિંમતનો સોનાનો નેકલેશ, રૂ.35 હજારની કિંમતનું સોનાનુ બ્રેસલેટ, રૂ.20 હજારની સોનાની રીંગ સહિતના ઘરેણાં ચોરી થયાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસે CCTV ફૂટેજ ચકાસી શકમંદોની પુછપરછ શરૂ કરી છે.