રાજકોટ સિટીના 59માંથી 12 મહિલા સહિત 23 PSIની પરીક્ષામાં પાસ

ગુજરાત પોલીસ તંત્રમાં મોટા પાયે ભરતીની સાથે બઢતીની પ્રક્રિયા પણ જોરશોરમાં શરૂ થઇ છે. ત્યારે ડાયરેક્ટ એએસઆઇ અને બઢતી સાથે એએસઆઇ બનેલા પોલીસ કર્મચારીઓને પીએસઆઇ બનવા માટે ખાતાકીય પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1350 જેટલા મહિલા-પુરુષ એએસઆઇએ પીએસઆઇની બઢતી મેળવવા માટે પરીક્ષા આપી હતી. ખાતાકીય બઢતીની પરીક્ષા બાદ દિવાળીના તહેવાર પૂર્વે તંત્ર દ્વારા હંગામી પરિણામ જાહેર કરાર્યુ હતું.

જેમાં 1350 મહિલા-પુરુષ એએસઆઇમાંથી માત્ર 337 જ કર્મચારીઓ પાસ થયા છે. પીએસઆઇની બઢતી માટેની આ પરીક્ષામાં રાજકોટ સિટી પોલીસના 19 મહિલા સહિત 59 એએસઆઇએ પરીક્ષા આપી છે જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસના છ મહિલા સહિત 22 એએસઆઇએ ફોજદારની બઢતી માટેની ખાતાકીય પરીક્ષા આપી હતી. ત્યારે મંગળવારે તંત્ર દ્વારા જાહેર કરાયેલા હંગામી પરિણામમાં રાજકોટ સિટી પોલીસના મહિલા-પુરુષ મળી 59માંથી 12 મહિલા અને 11 પુરુષ એએસઆઇ જ પાસ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *