રાજકોટ સહિત 360 શહેરમાં 18 જૂને UGC નેટની પરીક્ષા લેવાશે

એનટીએ દ્વારા ભારતભરમાં યુજીસી-નેટ ઓએમઆર મોડમાં 18 જૂને એક જ દિવસ માટે આયોજિત કરવામાં આવી છે. યુજીસી નેટ એ નેશનલ લેવલની એક્ઝામ છે જેના માધ્યમથી ઉમેદવારો કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) મેળવી શકે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત દેશભરના રાજ્યોમાંથી અધ્યાપક બનવા ઈચ્છુક ઉમેદવારો આ યુજીસી નીટ પરીક્ષા આપશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુજીસી નેટ (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) 2024 જૂનના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જાહેરાત અનુસાર 18મી જૂને બે શિફ્ટમાં આ ટેસ્ટ લેવામાં આવશે. પરીક્ષાના 10 દિવસ પહેલાં પરીક્ષાની સ્લિપ આપી દેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓનું એક્ઝામ સેન્ટર આપી દેવામાં આવશે. જાહેર કરેલા કાર્યક્રમ મુજબ બે શિફ્ટમાં આ ટેસ્ટ યોજાશે, જેમાં સવારની શિફ્ટમાં સવારે 9.30થી 12.30 જ્યારે બપોરની શિફ્ટમાં 3થી 6 દરમિયાન ટેસ્ટ લેવાશે. પેન અને પેપર મોડમાં આયોજિત આ ટેસ્ટ દેશભરના 360 શહેરના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં કુલ મળીને 83 વિષય માટે આયોજિત કરાશે. જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર, પીએચ.ડી પ્રોગ્રામમાં એડમિશન માટે આ ટેસ્ટ આયોજિત કરવામાં આવી છે. ઉમેદવારો આ ટેસ્ટ માટેની વિસ્તૃત જાણકારી https.//ugcnet.ac.in પરથી મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *