રાજકોટ શહેર ભાજપની કારોબારીની રચના, પ્રભારીઓની વરણી

રાજકોટ શહેર ભાજપ પ્રમુખે શહેરની નવી કારોબારી સમિતિની રચના કરી છે. આ ઉપરાંત વોર્ડ પ્રભારીઓની વરણી કરાઈ છે અને સંગઠનમાં આમંત્રિત સભ્યોની વરણી કરાઈ છે. જેમાં જૂના જોગીઓને સમાવવામાં આવ્યા છે.

શહેર ભાજપની કારોબારી સભ્યોમાં અંજલિબેન રૂપાણી, કશ્યપ શુક્લ, ગુણુ ડેલાવાળા, જીતુ મહેતા સહિત 70ની નિમણૂક કરાઈ છે. જ્યારે આમંત્રિત સભ્યોમાં 15ની વરણી કરાઈ છે. જેમાં વજુભાઈ વાળા, ડો.વલ્લભ કથીરિયા, રમેશ રૂપાપરા, ધનસુખ ભંડેરી, ડો.ભરત બોઘરા, માંધાતાસિંહ જાડેજા, અરવિંદ રૈયાણી સહિતનાઓનો સમાવેશ થાય છે. શહેર ભાજપે દરેક વોર્ડમાં પ્રભારીઓની નિમણૂક કરી છે અને ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ જવાબદારી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *