રાજકોટ શહેર-જિલ્લાની 2000 શાળાઓમાં, કોલેજોમાં ગુરુવારે રજા

રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 2,000 જેટલી ખાનગી શાળાઓમા વરસાદને કારણે ગુરુવારે પણ રજા જાહેર કરવામાં આવેલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, અભ્યાસના બગડતા દિવસો બાદમાં ક્યારે આપવાં તેનો નિર્ણય હવે લેવાશે. જન્માષ્ટમીનું મીની વેકેશન 24થી 27 ને બદલે વરસાદને કારણે 2 દિવસ લંબાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ શહેર જિલ્લાની કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *