રાજકોટ શહેરમાં પણ ચાંદીપુરાનો કેસ, રૈયા રોડની 8 વર્ષની બાળકી પોઝિટિવ

રાજકોટ શહેરમાં રૈયા રોડ પર ચાંદીપુરા વાઇરસની એન્ટ્રી થઈ છે. છ વર્ષની બાળકીને પોઝિટિવ આવતા મનપાની આરોગ્ય શાખા દોડતી થઈ છે.

મનપાના જણાવ્યા અનુસાર આરોગ્ય શાખાએ શહેરમાં ચાંદીપુરાની શંકાએ 8 સેમ્પલ લઈને ગાંધીનગર તપાસાર્થે મોકલ્યા હતા. આ પૈકી રૈયા રોડ પર રહેતા પરિવારની આઠ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે રિપોર્ટ હજુ પેન્ડિંગ છે જ્યારે પાંચના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રોગચાળાની સ્થિતિને લઈને મનપાને સરવે હાથ ધર્યો છે જેમાં જુદા જુદા વિસ્તારમાં કુલ 1346 જેટલા ઘરની 7632 જેટલી વસ્તી આવરી લેવામાં આવી છે. બીજી તરફ રાજકોટ સિવિલમાં ચાંદીપુરાની સારવાર હેઠળ 8 દર્દી છે જેમાં 4 પોઝિટિવ છે અને 2ના રિપોર્ટ પેન્ડિંગ છે જ્યારે 2ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *