રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં વધારો થશે

રાજકોટ શહેરના વોર્ડ નંબર-2 માં આવેલ હરીહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રીટેઇનિંગ વોલ બનાવવાનું કામ શરૂ થતાં, ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મેઈન રોડ પરનો હરીહર ચોક તરફ જતો રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવનાર છે. આ નિર્ણયથી હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે પોલીસ કમિશ્નર દ્વારા આ માટેના વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ જાહેરનામાનો અમલ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત અનુસાર હરીહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રીટેઇનિંગ વોલ બનાવવાનું કામ શરૂ થતાં, આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મેઈનરોડ પરથી હરીહર ચોક જતો રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવનાર છે. આ રસ્તો શહેરના મુખ્ય વિસ્તારોને જોડતો એક અગત્યનો માર્ગ છે. રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. હવે તેમને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. જેના કારણે ટ્રાફિકજામ સહિતની સમસ્યા થવાની શક્યતા છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જાહેરનામા મુજબ બંધ રહેનાર રસ્તો: વોર્ડ નંબર-2 માં કાશી વિશ્વનાથ મેઈન રોડથી હરીહર ચોક તરફ જતા બંને તરફના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *