રાજકોટ વહિવટી તંત્રનુ બુલડોઝર ફર્યુ

રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025ની શરૂઆતથી જ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરવામાં આવી હોય એમ ડિમોલિશન થઈ રહ્યું છે એવામાં રાજકોટ જિલ્લાના રામપર બેટી ગામે 2000 ચો. મી. જેટલી જગ્યા ઉપર દબાણ ખડકી દેવામાં આવ્યા હતા. જે અંગે વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમ નોટિસ આપવામાં આવી હતી. જોકે, સરકારી ખરાબા ઉપરનું આ બાંધકામ ગેરકાયદેસર હોવા છતાં પણ દબાણકર્તાઓ દ્વારા હટાવવામાં આવ્યુ ન હતુ. જેથી, આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવામાં આવ્યું હતું અને તેને કારણે અંદાજે 2 કરોડની સરકારી જમીન ખુલ્લી થઈ શકી હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટરે દરેક મામલતદારોને કરોડો રૂપિયાની સરકારી જમીન પર ગેરકાયદેસર ખડકાઇ ગયેલા રહેણાંક અને કોમર્શિયલ દબાણો એક પછી એક દૂર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી મામલતદારો અને તેની ટીમો દ્વારા દબાણોનો સર્વે કરી અને નોટિસો ફટકારી બુલડોઝર ફેરવી દબાણો હટાવવામા આવી રહ્યા છે એવામાં આજે રાજકોટ જિલ્લામાં કલેક્ટરની સૂચના મુજબ રામપર બેટી ગામમાં ડિમોલીશન હાથ ધરી 2 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી દેવામા આવી હતી. અહીં હવે ફેન્સીંગ બાંધવામાં આવશે કે, જેથી કરીને નવેસરથી અહીં દબાણ ન થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *