રાજકોટ લોકસભા ચૂંટણી ખર્ચ પેટેની માત્ર રૂ. 65 લાખની ગ્રાન્ટ જ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજૂ ફાળવવામાં આવી છે. જેના પગલે ચૂંટણી ખર્ચ પેટેના નાના બીલોના ચૂકવણા કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે 8.50 કરોડથી વધુની રકમ હજૂ ચૂકવવાની બાકી હોય કેન્દ્રીય ચૂંટણી પંચની ગ્રાન્ટની તંત્ર દ્વારા કાગડોળે પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. અહી એ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અગાઉ જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ તેમાંથી પ્રિસાઈડીંગ પોલીંગ અધિકારીઓ સહિત લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને મહેનતાણાની રકમ ચુકવી દેવામાં આવી છે. જે બાદ હવે માત્ર 65 લાખની ગ્રાન્ટની ફાળવણી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચા-પાણી સહિતના નાના બીલોની ચુકવણી જ તેમાંથી થશે. જ્યારે મંડપ, વીડિયોગ્રાફી સહિતના બીલોની ચુકવણી હજૂ 8.50 કરોડની ગ્રાન્ટની ફાળવણી બાદ જ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.