રાજકોટ-લાલકુઆં સ્પે.ટ્રેનને ફરી ડિસેમ્બર સુધી લંબાવાઇ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની લાંબા રૂટની બે ટ્રેન પૈકી એક ટ્રેનને વર્ષના અંત સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. જ્યારે બીજી ટ્રેનના રૂટને ઉત્તર-મધ્ય રેલવેમાં ચાલતી કામગીરીને કારણે બદલાવવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝન દ્વારા ઉત્તરાખંડના લાલકુઆં જતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. દર સોમવારે ઉપડતી 05046 નંબરની રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પે.ટ્રેનને રાજકોટ ડિવિઝન દ્વારા ઓક્ટોબર મહિના સુધી લંબાવાઇ હતી, પરંતુ આ ટ્રેનમાં મુસાફરોની ભીડ યથાવત્ રહી હોય. રાજકોટ ડિવિઝને ફરી આ ટ્રેનને લંબાવવાનો નિર્ણય કરી 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી દોડાવવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે દર રવિવારે ઉપડતી 05045 નંબરની લાલકુઆં-રાજકોટ ટ્રેનને 6 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેનનું બુકિંગ 23 ઓગસ્ટથી શરૂ થશેે. તદઉપરાંત રાજકોટથી તા.23 ઓગસ્ટના રોજ ઉપડતી 09569 નંબરની બરૌની સ્પેશિયલ ટ્રેનના રૂટને બદલાવાયો છે. આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન નહિ જાય. આગ્રા કેન્ટ સ્ટેશન પર 5 મિનિટ વધુ રોકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *