રાજકોટ રેલવે ડિવિઝનથી વિવિધ સ્થળો માટે 8 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6,556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. દર વર્ષે તહેવારો દરમિયાન વિશેષ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2,315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.

પશ્ચિમ રેલ્વે દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *