રાજકોટ યાર્ડનો સૌરાષ્ટ્રમાં ડંકો

રાજકોટ માર્કેટિંગ યાર્ડનો સમગ્ર સૌરાષ્ટ્રમાં ડંકો વાગ્યો છે. અગાઉ 25 કરોડ આસપાસ રહેતી આવક છેલ્લા 3 વર્ષમાં વધીને ચાલુ વર્ષે 37 કરોડ થતા માત્ર 3 વર્ષમાં આવકમાં 12 કરોડનો વધારો નોંધાયો છે. આ સાથે યાર્ડમાં ખેડૂતો-વેપારીઓને વધુમાં વધુ સુવિધા આપવા માટે અત્યાર સુધીમાં અનેક વિકાસ કામો કરાયા છે. જ્યારે હયાત PEB શેડનું વિસ્તૃતિકરણ, ખેડૂતોની જણસીઓનું પ્રોસેસિંગ કરી તેનું વેચાણ કરવાનું, બાયો વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન જેવા વિકાસકાર્યો ચાલી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં 56 વર્ષ પહેલા આવેલી નવી પેઢીએ પરિણામો બતાવવાનું શરૂ કરી દીધુ છે અને જિલ્લાના સહકારી નેતા જેયશ રાદડીયાના વડપણ હેઠળ રાજકોટ માર્કેટિંગ યાર્ડ નવા સુકાની જયેશ બોઘરાને બનાવ્યા હતા. જે 3 વર્ષ પહેલાં બનેલા ચેરમેન જયેશ બોધરાએ રાજકોટ માર્કેટયાર્ડને સૌરાષ્ટ્રનું નંબર વન યાર્ડ બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે અને યાર્ડના વહીવટમાં મોટા પ્રમાણમાં ફેરફારો કરીને સારો નફો પણ કરી બતાવ્યો છે.

યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાના જણાવ્યા અનુસાર હાલ સહકારી ક્ષેત્રને સ્પર્શતી સરકારી યોજનાઓ બાબતેની સુચનાઓ, નિયમો અને બજારધારાનો કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ ખેડૂતોને મળી રહે તે મુજબ પ્રક્રિયા કરતા ખેડુતોનો વિશ્વાસ યાર્ડ પર વધતા ખેડૂતોનો પ્રવાહ રાજકોટ યાર્ડ તરફ વળ્યો છે અને મબલખ જણસી ઠલવાતા આવકમાં પણ વધારો થઇ રહ્યો છે. અગાઉ યાર્ડની આવક 25 કરોડની આસપાસ હતી. જેમાં હાલ 12 કરોડ જેટલો વધારો થતાં 37 કરોડને આવક આંબી ગઇ છે અને હજુ પણ આવકમાં સતત વધારો થાય તે દિશામાં કામગીરી કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *