રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ, રૂ. 9,999નો ભાવ બોલાયો

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા જીરૂના શ્રી ગણેશ થયા છે. જામકંડોરણાના ખેડૂત હસમુખભાઇ આજે નવા જીરાનો જથ્થો લઈને આવ્યા હતા. અને દિપક એન્ડ સન્સના વેપારીને જીરૂનું વેચાણ કરવામાં આવ્યું હતું. હાલ યાર્ડમાં જીરુનો ભાવ 9,999 રૂપિયા બોલાઇ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં જીરૂની એક ગુણી જેટલી આવક થઈ છે. આગામી સપ્તાહમાં જીરુની આવકમાં વધારો થવાની અને ખેડૂતો તેના વેચાણ માટે આવવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાની જસદણ જેતપુર ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર એમ 5 નગર પાલિકાની ચૂંટણી અને 4 તાલુકા પંચાયતની 6 બેઠકની પેટા ચૂંટણી EVMથી યોજાશે. આ અંગેની તૈયારીઓ કલેકટર તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન થશે જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણીની કામગીરી માટે 2,000 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવશે. આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કલેકટર સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સંવેદનશીલ બુથો અને નોમિનેશનની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. હાલ ચૂંટણી અંગે મોટાભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *