રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કાલાવડ રોડ સ્થિત સ્નાનાગાર ખાતેના ઓપરેટિંગ સ્ટાફ માટે ક્લોરીન ગેસ લીકેજ સુરક્ષા અંગે તાલીમ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ક્લોરીન યુનિટમાં લીકેજ થાય તો તેને કેવી રીતે બંધ કરવું, પ્રક્રિયામાં SCBA (Self-Contained Breathing Apparatus) સેટ અને ક્લોરીન સેફ્ટી કીટનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી કર્મચારીઓને આપવાનો હતો. આ તાલીમમાં ક્લોરીન ગેસની ઘાતકતા વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું કે ક્લોરીન એક અત્યંત ઝેરી વાયુ છે, અને 1000 PPMથી વધુ પ્રમાણવાળી ક્લોરીન મિશ્રિત હવા શ્વાસમાં લેવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તેની તીવ્ર ગંધ નાક અને ગળામાં ચચરાટ પેદા કરે છે. જોકે, યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ ઉત્તમ જંતુનાશક સાબિત થાય છે. કર્મચારીમાં ક્લોરીન ગેસના સુરક્ષિત હેન્ડલિંગ અંગે જાગૃતિ અને સતર્કતા જળવાઈ રહે તે માટે આ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચાર પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ રાજકોટ ડિવિઝનથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતાં પહેલાં ખાતરી કરી લે કે તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડશે. સાચા સ્ટેશનની માહિતી લેવાથી ટ્રેન ચૂકી જવા કે અન્ય અસુવિધાઓથી બચી શકાય છે.