રાજકોટ મનપા, વહિવટી તંત્ર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી, અટલ સરોવર સવારે 10થી રાત્રે 12 સુધી ખુલ્લુ રહેશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તા.15મી ઓગસ્ટને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે અટલ સરોવર ખાતે યોજાશે. આ ધ્વજવંદન કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ધ્વજવંદન બાદ મેયર પ્રજાજોગ ઉદબોધન કરશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક તથા દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે. 15 મી ઓગસ્ટ ને અનુલક્ષીને અટલ સરોવર સવારે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ લોધિકાના થોરડી રોડ પર રમત ગમતના મેદાનમાં સવારે 9:00 વાગ્યે યોજાશે. જેમાં રાજકોટ કલેકટર પ્રભવ જોશીના હસ્તે ધ્વજવંદન થશે તો રાજકોટ શહેર કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે સવારે 9:00 વાગ્યે યોજાશે જેમાં અધિક કલેક્ટર ચેતન ગાંધી ધ્વજવંદન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *