રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25 ડિસેમ્બર, 2025ને ગુરુવારના રોજ સવારે 6.30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાયક્લોથોન અને 28 ડિસેમ્બર, 2025ને રવિવાર રોજ સવારે 6.30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું.
અત્યાર સુધીમાં 1625 નાગરિકોએ સ્વદેશી સાયક્લોથોન અને 1486 નાગરિકોએ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ અને ભાગલેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
આ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો સ્વદેશી સાયક્લોથોનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 24 ડિસેમ્બર, 2025ને 5 વાગ્યા સુધી તેમજ સ્વદેશી રનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની અંતિમ તારીખ 26 ડિસેમ્બર, 2025ને 5 વાગ્યા સુધી રહેશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ : www.rmc.gov.in
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ અને ભાગલેનાર દરેક નાગરિક ઇવેન્ટ પૂરી થયા બાદ સર્ટીફીકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
સ્વદેશી સાયક્લોથોનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર 5 વ્યક્તિઓને લક્કી ડ્રો મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે સાયકલ ભેટ આપવામાં આવશે.
સ્વદેશી રનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર 5 વ્યક્તિઓને ‘લક્કી ડ્રો’ મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે આકર્ષક ભેટ આપવામાં આવશે.