રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેયાંસ સ્કૂલ (બજરંગવાડી)ના વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના લક્ષણો વિશે માહિતી આપવામાં આવી.
આરએમસીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સૂચના આપી કે જો કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કાર્યકર પાસે સારવાર લેવી જોઈએ. વિદ્યાર્થીઓનું આરોગ્ય જળવાય અને તેઓ આરોગ્ય અંગે સજાગ બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપરાંત આચાર્ય કેયુરભાઈ ડોડીયા અને વંશીતાબેન હિરાણીએ માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.