રાજકોટ મનપાનું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ

રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ કમિશનર તુષાર સુમેરા દ્વારા બુધવારે સવારે 9.30 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને સુપરત કરાયા બાદ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને તેમાં રૂ.95 કરોડના કરબોજ સાથેના રૂ.3595.70 કરોડના નવા નાણાકીય બજેટની વિવિધ યોજનાઓ સાથે જાહેરાત કરવામાં આવી હતી.

નવા નાણાકીય વર્ષમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પાણીવેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના વેરામાં તોતિંગ વધારો સૂચવ્યો છે.

જ્યારે શહેરીજનોની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવાના આશયથી કમિશનરે વોટર વર્કસના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપ્યું છે અને ગત વર્ષે વોટર વર્કસ વિભાગનો નિભાવ અને મરામત ખર્ચ રૂ.167.14 કરોડ હતો તે વધારીને રૂ.211.14 કરોડ કરાયો છે અને પાણી પુરવઠાની યોજના માટે ગત વર્ષે રૂ.332 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી જેમાં રૂ.242 કરોડનો વધારો કરી રૂ.574 કરોડની જોગવાઇ કરી છે.

જ્યારે મ્યુનિસિપલ કમિશનરે ગ્રાઉન્ડ લેવલના વિકાસકામો પર ફોકસ કરવાની સાથોસાથ ટી.પી. પ્લોટમાં ભાવિ ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુવિધા મળે તે માટે પીપીપી યોજનાથી સ્પોર્ટસ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કર્યું છે.

જો કે મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણયથી ધંધાદારીઓને મોકાના પ્લોટમાં કમાણીનો મોટો મોકો મળી જશે અને પ્રજાજનો પાસેથી સત્તાવાર રીતે તગડી ફીની ઉધાડી લૂંટ ચલાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *