રાજકોટ મનપાની ધંધો-રોજગાર શરૂ કરવા માટે 2 લાખની લોન

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગારવાંચ્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.2 લાખની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ., રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ,જાતિ, અનુ,જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા-રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7%થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષથી 7 વર્ષ રહેશે. જરૂરી પ્રમાણપત્રોમાં પાસપોર્ટ ફોટોગ્રાફ-2, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્કુલ લીવીંગ/ જન્મનો દાખલો,મકાન વેરાબિલ, ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે), લાઈટબિલ, ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી/ સહમતિપત્રક, ક્વોટેશન ઓરિજિનલ, બેંક ખાતાની પાસ બુકની નકલ આપવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડૉ.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *