રાજકોટ મનપાના 1થી 18 વોર્ડની મુખ્ય કચેરીએ આધાર કાર્ડની સુવિધા

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વસતા શહેરીજનોને તેના ઘરની નજીકના સ્થળે આધારની કામગીરીની સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે માટે મહાનગરપાલિકાનાં તમામ વોર્ડની મુખ્ય ઓફિસે આધાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં આ આધાર કેન્દ્રો હવે તમામ વોર્ડ ઓફિસ અને ઝોન ઓફિસ ખાતે સૌપ્રથમ દસ્તાવેજોની ચકાસણી બાદ ટોકન આપી આધાર અપડેટની કામગીરી હાથ ધરવામાં આવશે.

વોર્ડ નંબર 1થી 18નાં આધાર કેન્દ્ર ખાતે સુધારા-વધારા (અપડેટ-નવા) માટેની કામગીરીનો સમય 10:30થી 4 કલાક સુધીનો રહેશે. વોર્ડ નંબર 1થી 18ના આધાર કેન્દ્રો તેમજ ઝોન ઓફિસ ખાતે જાહેર હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર સવારના 10:30 થી 11 વાગ્યા સુધીના સમયે સૌ પ્રથમ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ટોકન આપવામાં આવશે.

આ ઉપરાંત પ્રત્યેક આધાર કીટ દીઠ 30 ટોકન આપવામાં આવશે.વોર્ડ નંબર 1થી 18ના આધાર કેન્દ્રો ખાતે બપોરના 4 થી સાંજના 6 કલાક દરમિયાન 0થી 17 વર્ષ સુધીના વયના લોકો માટે ફક્ત નવા આધાર કાર્ડની-આધાર સ્ટેટસ તેમજ અન્ય ટેકનિકલ કામગીરી હાથ ધરવામાં આવશે.

જે દિવસે આધાર ઓપરેટર રજા પર હશે તે દિવસે તે વોર્ડ ખાતેની આધારની કામગીરી બંધ રહેશે તેમજ આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ ખાતે અરજદારો મુલાકાત લઇ આધારની કામગીરી કરાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *