રાજકોટ મનપાના ફાયર વિભાગને વધુ 4 મિનિ ફાયર ફાઇટર ફાળવાયા

રાજકોટ મનપા દ્વારા આજ તા.7ને ગુરુવારના રોજ ફાયર એન્ડ ઈમર્જન્સી વિભાગના ઉપયોગ માટે રૂ.3.44 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલા 4 મિનિ ફાયર ફાઈટર વાહનોનું ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લોકાર્પણ(ફ્લેગ ઑફ) મેયર નયનાબેન પેઢડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ફાયર એન્ડ ઈમર્જન્સી વિભાગ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) ગ્રાંટ હેઠળ રૂ.344 લાખના ખર્ચે 4 નંગ મિનિ ફાયર ફાઇટર ખરીદ કરવામાં આવ્યા છે. આ મિનિ ફાયર કોમ્પેક્ટર (મિનિ) પ્રકારનું હોય સાંકડી શેરી તથા ટ્રાફિકવાળા વિસ્તારમાં લાગેલી આગ બુઝાવવા માટે મિનિ ફાયર ફાઇટરનો ઉપયોગ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *