રાજકોટ મનપામાં બે નાયબ કાર્યપાલક ઇજનેરોને મ્યુ. કમિશનરે વધારાની કામગીરી સોંપી છે. જેમાં વોટર વર્કસ શાખામાં ના.કાર્યપાલક ઇજનેર (ઇલે.) તરીકે ફરજ બજાવતા કે.પી.દેથરીયાને સતત ચોથો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સોલીડ વેસ્ટ શાખાના ‘વાવ’ સેલ (જુદા જુદા વેસ્ટના નિકાલ) હસ્તકની નાકરાવાડી સાઇટ પરની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ઇલે. લગત કામગીરી હવેથી તેમને કરવાની થશે. આ ઉપરાંત સેન્ટ્રલ વર્કશોપમાં નાયબ કાર્યપાલક (મીકે.) તરીકે ફરજ બજાવતા જે.એલ. શિંગાળાને પણ નાકરાવાડી ખાતે મિકેનિકલને લગતી કામગીરી સોંપવામાં આવી છે.