રાજકોટ મનપાનાં જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન પણ અધ્યક્ષ બની શકશે

રાજકોટ મનપાની ખાસ સમિતિની કાર્યવાહી સંબંધી નિયમો 1975-76માં મંજૂર થયા બાદ અમલમાં છે. હવે 48 વર્ષ બાદ નિયમોમાં ફેરફારની જરૂર લાગતા લાંબા અભ્યાસ અને કાર્યવાહીના અંતે જનરલ બોર્ડે ઠરાવ કરી સરકારમાં મોકલ્યો હતો. આ ઠરાવ મંજુર કરવામાં આવતા હવે 48 વર્ષ બાદ નિયમો બદલાશે. જેમાં જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન પણ અધ્યક્ષ બની શકશે તેમજ બુકલેટ અને ઠરાવોની નકલ જોવા કલાકનાં 2,000નાં પ્રસ્તાવ સામે માત્ર 100 મંજૂર કરવામાં આવ્યા છે તો મેયરને મહિલા માર્શલ મૂકવાની છૂટ પણ આપી દેવામાં આવી છે.

સામાન્ય લોકો માટે પણ પારદર્શક નિયમો લાગૂ કરાયા મેયર નયના પેઢાડીયાનાં જણાવ્યા મુજબ 48 વર્ષ બાદ મહાપાલિકામાં સભા, પેટા સમિતિના નિયમો બદલવા સાથે સામાન્ય લોકો માટે પણ પારદર્શક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઇ નાગરિકે જનરલ બોર્ડમાં બેસવું હોય તો કોર્પોરેટરની સહી સાથેના મંજૂરીપત્રક પરથી હાજર રહી શકતા હતા પરંતુ, તેમાં પણ કોઇ આકરા નિયમના અનુભવ લોકોને ન થાય તે માટે પ્રેક્ષક ગેલેરીમાં બેસવા પોતાના અસલ ફોટો ઓળખ કાર્ડ સાથે સહી કરી આપેલા પત્ર પરથી પણ નાગરિક સભાના પ્રેક્ષક બની શકશે તો રાજય સરકારે ફીમાં મોટી રાહત આપીને રોજકામની મીનીટસ બુક, કાર્ય નોંધની ફી જનરલ બોર્ડે પ્રતિ કલાક 2,000 કરી હતી. તે શહેરી વિકાસ વિભાગે ઘટાડીને માત્ર 100 રાખી છે એટલે કે સામાન્ય નાગરિક આવી કાયદેસરની કાર્યવાહી જેવી પ્રક્રિયા પ્રતિ કલાક 100 લેખે જોઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *