રાજકોટ મનપાએ અટલ સરોવરની સન્ડે સ્પેશ્યલ બસ તો શાપર વેરાવળ જવા શટલ રૂટ શરૂ કરાયો

રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા મોબાઈલ એપ્લીકેશન સેવા, રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ સેવા અને ગોંડલ ચોકથી શાપર વેરાવળ શટલ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મોબાઈલ એપ્લિકેશનથી રૂટ તથા તેના સમયપત્રક સહિતની માહિતી હશે. આ ઉપરાંત અટલ સરોવર આસપાસના વિસ્તારોને સ્માર્ટ સિટી તરીકે ડેવલોપ કરવામાં આવી રહ્યુ છે એવામાં અટલ સરોવરમાં મુલાકાતીઓની ઘટતી જતી સંખ્યા અને ત્યાં રાઇડસ સહિતના મનોરંજનના કેટલાક સાધનો બંધ છે ત્યારે ત્યાં વધુમાં વધુ લોકો જાય તે માટે દર રવિવારે મનપાની સ્પેશિયલ સીટી બસ હવે સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી 5 રૂટ પરથી દોડશે. આ સિવાય રાજકોટથી શાપર વેરાવળ દરરોજ 25 હજાર કામદારો અપ ડાઉન કરે છે ત્યારે 15 મિનિટના અંતરે સિટી બસ સેવામાં ગોંડલ ચોકથી શાપર વેરાવળ શટલ રૂટ ચાલુ કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પૂરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહી છે. જે સબબ કુલ 72 રૂટ પર 100 CNG તથા 99 ઈલેક્ટ્રીક એમ કુલ 199 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ રાજપથ લિ. દ્વારા તા.26 જાન્યુઆરીના રોજ મોબાઈલ એપ્લીકેશન સેવા, રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ સેવા અને ગોંડલ ચોકથી શાપર વેરાવળ શટલ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેની વિગત નીચે મુજબ છે તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *