રાજકોટ મધ્યસ્થ જેલમાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા બે કેદીઓને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. CRPC કલમ 432 મુજબ રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા ભીખાભાઈ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિ અને ઓધવજીભાઈ હરજીભાઈ અધેરાને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભીખાભાઈ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિ અંદર 20 વર્ષ 9 માસ અને 1 દિવસની સજા ભોગવેલ છે. જ્યારે ઓધવજીભાઈ હરજીભાઈ અધેરાએ 15 વર્ષ 17 દિવસની સજા ભોગવેલ છે.
પાકા કામના બે કેદીને જેવ મુક્ત કરાયા
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પૈકી બે કેદીને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ક્રિમીનલ પ્રોસિઝર કોડ (CRPC) 1973ની કલમ-433(એ)ની જોગવાઈઓને આધિન રહીને ક્રિમીનલ પ્રોસિઝર કોડ (CRPC) 1973ની કલમ-432 હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ જેલના પાકા કામના કેદી ભીખાભાઈ ઉર્ફે રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિ અને ઓધવજીભાઈ હરજીભાઈ અધેરાને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરીને તાત્કાલીક અસરથી જેલ મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જે અન્વયે ઉપરોક્ત બન્ને કેદીઓને આજરોજ સરકારના હુકમ મુજબ નક્કી કરવામા આવેલ શરતોને આધિન જેલ મુક્ત કરવામાં આવેલ છે.