રાજકોટ-ભૂજ વચ્ચે મંગળવારથી સપ્ટેમ્બર મહિના સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ભૂજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 29 જુલાઈથી શરૂ થશે અને સપ્ટેમ્બર મહિના સુધી દોડશે.જેનુ બુકિંગ શરૂ થઇ ગયું છે.

રાજકોટ રેલવે વિભાગના જણાવ્યાનુસાર ટ્રેન નંબર 09545 રાજકોટ-ભૂજ સ્પેશિયલ 29 જુલાઈથી 27 સપ્ટેમ્બર મહિના સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 11.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 5.00 કલાકે ભૂજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન ભુજ-રાજકોટ સ્પેશિયલ 30 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધી ભૂજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 11.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5.50 વાગ્યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે જે પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પરથી કરી શકાશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી ઓનલાઈન મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *