રાજકોટ-ભાવનગર હાઇવે પરનો બનાવ

રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા હલેન્‍ડા ગામ પાસે કોલેજીયન યુવાન એસટી બસમાં ચડવા જતો હતો. એ સમયે ડ્રાઇવરે બસને ચાલુ કરી આગળ ચલાવતા યુવાન નીચે પટકાતા ફેક્‍ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. જે બનાવમાં એસટી બસના ચાલકને ગુનેગાર ઠેરવી 6 માસની સજા અને રૂ.1000નો દંડ ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

જીજે.18.ઝેડ.2677 નંબરની એસટી બસ ગત તારીખ 09.09.2021ના રોજ હલેન્‍ડા ગામના બસ સ્‍ટોપ પાસે પેસેન્‍જર લેવા ઉભી હતી. ત્‍યારે તેજસ તુલસીભાઈ બરવાળીયા નામના કોલેજીયન યુવાન બસમાં ચડવા જતા ચાલકે બસ ચાલુ કરતા એસટીનું ટાયર ફરી વળતા તેજસ બરવાળીયા નામના વિદ્યાર્થીને ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચતા આજી ડેમ પોલીસ મથકમાં એસટીના ચાલક અને જસદણના વાજસુર ગામે રહેતા ઝાલાભાઇ તેજાભાઈ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે કાર્યવાહી પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *