રાજકોટના બાર એસોસિએશન દ્વારા શહેરના વકીલો માટે એક પછી એક સરળ આયોજન કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર વકીલો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દરેક વકીલોને બાળપણમાં રમાતી રમતો રમાડવામાં આવશે. જેમાં લીંબુ-ચમચી, કોથળા દોડ, મ્યુઝિકલ ચેર, દોરડા ખેંચ, બેડમિન્ટન, વન મિનિટ્સ ગેમ, તોલ મોલ કે બોલ, 25 મીટર રીલે દોડ, 100 મીટર દોડ, દોરડા કૂદ, ઊભી ખો, રિંગ ફેંક વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ આયોજન બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, જો. સેક્રેટરી જિતેન્દ્ર પારેખ, ટ્રેઝરર પંકજ દોંગા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છતા વકીલોએ નિકુંજભાઇ શુક્લા, સંજયભાઇ ડાંગર, કિશનભાઇ રાજાણી, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માકડિયા તથા લાઇબ્રેરીમાં તુષારભાઇને નામ નોંધાવવાના રહેશે.