રાજકોટ ફૂડ વિભાગની ભેળસેળિયાઓ સામે લાલ આંખ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ભાવિક ટ્રેડિંગ, શક્તિ સેન્ડવિચ, પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ, અંજલિ ચાઇનીઝ, પસાતા રેસ્ટોરન્ટ, શ્રીરામ ડેરીફાર્મ, શ્રી પટેલ સ્વીટ્સ, બંસી ડેરી, જય શ્રીખોડિયાર દુગ્ધાલય, આરવ એન્ટરપ્રાઇઝ, ઇસ્કોન ફૂડ, આર.વી. ફૂડ અને શ્રી ચાઇનીઝ પંજાબી જેવી 13 પેઢીઓમાંથી પનીર, રિફાઈન્ડ કપાસિયા તેલ તથા પનીરની તૈયાર સબ્જીના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા છે.

આ સાથે જ કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અક્ષર પાઉભાજીમાંથી 5 કિલોગ્રામ વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને લાયસન્સ વગર વ્યવસાય કરતી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ‘અક્ષર પાઉભાજી ચાઇનીઝ પંજાબી’ (યશરાજ કોમ્પ્લેક્સ) ખાતેથી 5 કિલોગ્રામ જેટલો વાસી પ્રિપેડ ફૂડનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તુરંત નાશ કરાયો હતો. આ ઉપરાંત, આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા અને ફૂડ લાયસન્સ મેળવવા બાબતે આ પેઢીને નોટિસ અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *