આગામી તા. 13 માર્ચના રોજ હોળી તથા તા. 14 માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે. સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. હોળી પર્વની ઉજવણી શાંતી અને કોમી એખલાશ ભર્યા વાતાવરણમાં થાય અને જાહેર સલામતી તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમ્યાન કોઈ પણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાઓ પર આવતાં-જતાં રાહદારીઓ ઉપર કે એક બીજા ઉપર કોરા રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહી. જો કોઈ આ મુજબ કરે તો તેમની સામે ગુનો નોંધી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય બનાવમાં રાજકોટ શહેરમાં રહેતી પરિણિતા જોસનાબેન ઉર્ફે જશુબેન તથા મહેશભાઈના લગ્ન વર્ષ 2000માં થયા હતા. લગ્નજીવનમાં કોઈ સંતાન પ્રાપ્તિ ન થતા બંનેએ ડોકટરની સલાહ મુજબ રિપોર્ટ્સ કરાવ્યા હતા. જેમાં પત્નીનો કોઈ દોષ નહીં હોવા છતાં સંતાન નહીં થતા પતિ તથા તેમના પરીવારજનો અવારનવાર તે બાબતે મેણાં ટોણાં મારી ત્રાસ આપતા. એક દિવસ પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુકેલ. પછી વર્ષ 2003માં પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ કરેલ હતો. જેમાં સમાધાન થતા ફરી ત્રાસ આપતાં ઘરેલું હિંસાનો વર્ષ 2011માં કેસ કરેલ જે પછી ફરી સમાધાન થયું તે કેસ પાછો ખેંચી લીધો છતાં પતિએ, પરણિતાને તરછોડી આપતા રાજકોટ ફેમિલી કોર્ટમાંથી ભરણ પોષણની રકમની માંગ કરતી અરજી કરેલ હતી. જે કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષોના પુરાવાઓ રેકર્ડ પર આવતા પરિણિતાના પતિ એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા, રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે આસીસ્ટન્ટ સીવીલ એન્જીનીયર્સ તરીકે નોકરી કરીને ગ્રોસ માસીક પગાર રકમ રૂ. 1.61 લાખ મેળવતા હોવાનું રેકર્ડ પર પગાર સ્લીપ ધ્યાને લઈને આવતા અને પરણિતાના વકીલ અજયસિંહ એમ. ચૌહાણએ વિગતવાર દલીલો કરતા કોર્ટે માસીક રૂ. 40,000નું ભરણપોષણ ચુકવવા તેવો આદેશ કરેલ છે અને અરજી તારીખથી ભરણ પોષણનો હુકમ થતા પરણિતા પતિ પાસેથી આઠ લાખ વસુલવા હકકદાર બનેલ છે.