રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડ વર્કસ ખાતે તા. 17/01/2026ના રોજ પાણી વિતરણ બંધ રાખીને વિવિધ વિભાગો દ્વારા જાળવણી અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મિકેનીકલ વિભાગ દ્વારા સંપની અંદર ખરાબ થયેલી સક્શન પાઇપલાઇન બદલાવીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા ટુ પોલ સ્ટ્રકચરની સર્વિસ અને એલ.ટી. પેનલનું ક્લીનિંગ તથા પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ સિવિલ વિભાગ દ્વારા નવા GSRનું જુના GSR અને પાઇપલાઇન સાથે જોડાણ કરવાની મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને O&M વિભાગ દ્વારા જુના સંપની સફાઈ કરવામાં આવી હતી. આ તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થતા તા. 18/01/2026થી રેલનગર હેડ વર્કસ હેઠળના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.