રાજકોટથી નકલી પનીર ઝડપાયા બાદ રાજ્યભરમાં અનેક સ્થળોએ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં આજે ફરી એકવાર આરોગ્ય વિભાગે સપાટો લોલાવ્યો હતો. રાજકોટના લાતી પ્લોટમાં પનીર બનાવતા યુનિટ પર દરોડા પાડ્યા હતા. જેમાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હતો. જેને તપાસ અર્થે મોકલાયો છે. બનાસકાંઠાના ડીસામાં પણ આરોગ્ય વિભાગે દૂધના બનાવટની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપીને સેમ્પલ તપાસ અર્થે લીધા હતા. તો ગીર-સોમનાથ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને તાલાળા, વેરાવળમાં મસાલા ઉત્પાદકોને ત્યાંથી સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા હતા.
રાજકોટમાં નકલી પનીર ઝડપાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, ફરી એકવાર રાજકોટના લાતી પ્લોટમાં પનીર બનાવતા યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો છે. શંકાસ્પદ પનીરના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.